સિરામિક ફેકટરીને મળેલ પાર્સલમાં બૉમ્બ હતો ! બૉમ્બ સ્ક્વોડે સલામત રીતે બ્લાસ્ટ કરીને બોમ્બને ડિફ્યુઝ કર્યો
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેટમેક્સ સિરામિક નામના એકમમાંથી બૉમ્બ જેવી શંકાસ્પદ પાર્સલમાંથી મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.બાદમાં શંકાસ્પદ વસ્તુને ફેક્ટરીથી દૂર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટથી બૉમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક રાજકોટથી રવાના થઈ હતી .
બૉમ્બ ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવતા આ શંકાસ્પદ વસ્તુ બૉમ્બ જ હોવાનું સામે આવ્યું હતું. જેથી આ બૉમ્બની ફરતે સિરામિક પાવડરની થેલીઓ ગોઠવી બૉમ્બને સ્પાર્કથી બ્લાસ્ટ કરી દઇ તેને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો હતો.
આ બૉમ્બ ડિફ્યુઝ થઈ જતા પોલીસ અને ફેકટરીના કર્મચારી તથા મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો.
હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે અને બૉમ્બ મૂકી જનાર અજાણ્યા બાઇક ચાલકને શોધી બનાવનો સમગ્ર ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી છે.