ભાઈઓને કોરોના થી બચાવવા માટે ૐ અને સ્વસ્તિક ની રાખડીઓ બાંધશે બહેનો

બિઝનેશ ન્યૂઝ  Publish Date : 22 July, 2020 12:50 PM

ભાઈઓને કોરોના થી બચાવવા માટે ૐ અને સ્વસ્તિક ની રાખડીઓ બાંધશે બહેનો 
 
જોહરકાર્ડમાં આવી અવનવી 3 હજારથી વધુ ડિઝાઇનની રાખડી : સ્વદેશી રાખડી ઓન ડિમાન્ડ 
કાર્ટૂન કેરેક્ટર બાળકોમાં હોટફેવરિટ : રુદ્રાક્ષ અને રાશિ મુજબની રાખડી ડિમાન્ડમાં 
 
mayur soni 
 
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર કંઈક ખાસ અને વિશેષ બની રહેવાનો છે , આમ તો રક્ષાબંધન ઉપર બજારમાં આવનવી રાખડીઓ આવે છે, જોકે રક્ષાબંધનના પર્વમાં વર્ષોથી રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા જોહર કાર્ડના યુસુફભાઇ એ જણાવ્યું કે છેલ્લા 54 વર્ષથી રાખડીનો વ્યવસાય સાથે જોડાયેલા છીએ , આ વર્ષે રાખડીની અવનવી 3 હજારથી વધુ ડિઝાઇન આવી છે, દર વર્ષે રાખડીઓ ના ઓર્ડર જાન્યુઆરી સુધીમાં આપી દેવામાં આવે છે  અને ફેબ્રુઆરી ના સમયમાં માલ પણ આવી જાય છે, જોહર કાર્ડના યુસુફભાઇ નું કહેવું છે કે રાખડી સ્વદેશી જ બને છે અને તેનું જ વેંચાણ થાય છે , ચાઈના રાખડીઓએ ક્યારે આવ્યું નથી પરંતુ તેની ગિફ્ટ રાખડી સહિતના તહેવારમાં આવતી હોઈ છે , કોરોના આવવા થી ચાઈના ની ગિફ્ટ પણ હવે કોઈ વેંચવા કે લેવા તૈયાર નથી , રાખડીની વાત કરીયે તો આ વર્ષે સ્ટીલની રાખડી બજારમાં આવી છે , જેમાં ભાઈને થેંક્યુ કહેતા અને વિવિધ લખાણ ની રાખડીઓ ઉપલબ્ધ છે જે આકર્ષણનું કેન્દ્ર છે જયારે બાળકો માટે અવનવી ડિજાઇન ની ટીવી કેરેક્ટર અને કાર્ટૂન કેરેક્ટર ની રાખડીઓ બજારમાં આવી છે ,જોકે બહેનોની પસંદગી પહેલા થી જ પરંપરાગત રાખડી ની રહે છે જેમાં હીરામોતી, આભલા,ચાંદી અને સોનાની ડિજાઇન વાળી તેમજ રુદ્રાક્ષની રાખડીઓ ઓનડિમાન્ડ રહે છે, તો આ  વર્ષે પણ રાશિ મુજબની રાખડીઓ ઓન ડિમાન્ડ છે જેમાં 12 રાશિના ભાઈઓ માટે આ રાખડી બહેનો વધુ પ્રમાણમાં ખરીદે છે , તો ખાસ રેશનના તાર અને સુતરના તારની રાખડીઓ પણ ડિમાન્ડમાં છે , સ્વાતિબેન નામના મહિલાએ જણાવ્યું કે એક તરફ કોરોના છે ડર છે પણ ભાઈના સ્વસ્થ માટે અને તેના દીર્ધાયુ માટે અમે આ વર્ષે શુકનવંતી ૐ અને સ્વસ્તિક ની રાખડીઓ ખરીદી ને બાંધશું , જેથી અમારા ભાઈ ની આયુષ્ય વધે અને તેઓ તંદુરસ્થ રહે 
 
 
 
 

Related News