સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની સવારી 

સીટી રાઉન્ડઅપ  Publish Date : 25 July, 2020 01:03 AM

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની સવારી 

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે મેઘરાજાની સવારી આવી છે , મેઘરાજા એ ફરી ઉપલેટા પંથકમાં મુકામ કરીને ધમાકેદાર શરૂઆત કરી છે , ઉપલેટા અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા અને 6 દિવસ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને ગરમી અને બફારાથી લોકોને રાહત પહોંચાડી છે 

ગોંડલમાં વરસાદ 

તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ મેઘરાજા નું આગમન થયું છે , વરસાદી માહોલ વચ્ચે ગોંડલ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાના મનમુકીને વરસ્યા હતા , ગોંડલ માં સારા વરસાદ ને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે 

અમદાવામાં મેઘરાજા વરસ્યા 

અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું છે , અમદાવાદના શાહીબાગ, ઘાટલોડિયા, સાયન્સ સર્કલ, પ્રહલાદ નગર, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે , વરસાદ વરસવા ને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે દર વર્ષે મનપા કરોડો રૂપિયા પાણી ન ભરાયએ માટે ખર્ચે છે જોકે દર વર્ષે પાણી ભરવા થી અમદાવાદીઓ મનપા તંત્ર સામે સવાલ ઉઠાવે છે 

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ 

મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં પણ વરસી રહ્યા છે , દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે 

Related News