દિવાળી સુધી ગરીબોને દર મહિને મફત અનાજ આપવામાં આવશે : મોદી 

એડિટર પોઇન્ટ Publish Date : 30 June, 2020 01:38 AM

દિવાળી સુધી ગરીબોને દર મહિને મફત અનાજ આપવામાં આવશે : મોદી 

 

કોરોના કાળમાં કેન્દ્રની મોદી સરકારનું મહત્વનું પગલું ; 90 હજાર કરોડનો થશે ખર્ચ 

 

ન્યૂઝ ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કરી મહત્વની જાહેરાત કરી છે , દેશના 80 કરોડ ગરીબોને દિવાળી સુધી દર મહિને ઘઉં, ચોખા, ચણા દાળ સહિતનું નક્કી થયેલું કરિયાણું આપવાનું એલાન કર્યું છે , દેશનો એક પણ ગરીબ પરિવાર ભૂખ્યો ન રહે એ માટે કેન્દ્ર સરકાર દેશના તમામ રાજ્યોને રાશનકાર્ડ મુજબ અનાજ નો જથ્થો પૂરો પડશે ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા જણાવ્યું કે દેશમાં હવવે ચોમાસુ ચાલી રહ્યું છે વરસાદની સીઝનમાં કોરોના ની મહામારી માથું ન ઊંચકે એ જરૂરી છે , કોરોના ને લઈને કેન્દ્ર દ્વારા બનાવાયેલા નિયમોનું સખ્તાઈથી પાલન થવું જરૂરી છે અને તેના માટે દેશમાં રાત્રીના કર્ફ્યુ નો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે , દેશ લોકડાઉંન બાદ હવે અનલોક 2 તરફ આગળ વધી રહ્યું છે એક જુલાઈથી દેશભરમાં અનલોક 2 અમલી બનશે ત્યારે રાત્રીના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ નો કડક અમલ થશે ત્યારે દેશભરમાં આગામી તહેવારોમાં લોકો ને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર મહિને અનાજનું વિતરણ કરવામાં આવશે , ગુરુ પૂર્ણિમા થી લઈને દિવાળીના છઠ સુધી નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે , હાલ કોરોના ને લઈને મજૂરો, ગરીબો, નાના લોકો માટે ઘર ચલાવવું અઘરું બન્યું છે ધંધા છે નહિ અને રોજગાર ના કોઈ નેઠા નથી ત્યારે કરોડો પરિવારોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે રેશનકાર્ડમાં ગરીબોને મફત અનાજ નું વીતરણ કરવામાં આવશે સાથે સાથે એક દેશ એક રેશન કર્ડ પણ અમલી બનશે 

Related News