હળવદમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા:માઇનોર કેનાલમાં ગાબડા

મારુ ગુજરાત  Publish Date : 03 September, 2020 08:40 AM


 ટીકર ગામે નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ

200 વીઘાથી વધુ ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં

સુરેશ સોનાગરા,હળવદ


હળવદના ટીકર ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડુતોના ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં હતાં એકબાજુ મહામહેનતે ખેડુતોએ કપાસ,મગફળી, તલ,બાજરી સહિતના પાકોનું વાવેતર કરીને હવે તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યાં જ 200 વીધા જમીનમાં કેનાલનુ પાણી ફરી વળ્યું છે જેના કારણે મોટાભાગે નુકસાન થયું છે.

હળવદના રણકાંઠાના ગામોમાં ક્યારેય પણ માઈનોર કેનાલથી પાણી મળતું જ નથી પરંતુ જ્યારે પણ કુદરતી આફતો હોય ત્યારે ભોગ પણ રણકાંઠાના ગામોને જ બનવું પડે છે પછી તે વરસાદ હોય ,કેનાલમાં ગામડાઓ હોય ત્યારે ટીકરમા આજે માઈનોર કેનાલ તુંટવાથી નર્મદાના પાણી ખેતરોમા ભરાયા જતાં મહા મુસીબતે પરસેવો સીચીને તૈયાર કરેલા તલ,કપાસ,એરંડાના પાકમા કેનાલ તુંટવાથી 200 વિઘા ઉભાં પાકમા નર્મદાના પાણી ઘુસી ગયા છે આમતો શિયાળામાં કે ઉનાળામાં પિયત માટે ક્યારે કામ ન આવેલી કેનાલે ખેડુતોને નુકશાનની પહોચાડી રહી છે અને આજે વર્ષો બાદ પણ કામગીરી અધુરી છે તો વળી પાછું ખેડૂતોને પડ્યાં પર પાટુ હોય તેમ  હજુ વરસાદી પાણી માંડ ઓસર્યા નથી ત્યા બીજી આફત આવી ગઈ છે અને ઉંભા પાકમાં માઈનોર કેનાલનુ ગાબડું પડતા પાણી ફરી વળ્યું છે.

Related News