હરિયાણાના સોનીપતમાં લઠ્ઠાકાંડ સર્જાયો : 27 લોકોના મોતથી હાહાકાર 

TOP STORIES Publish Date : 05 November, 2020 03:33 AM

હરિયાણાના સોનીપતમાં લઠ્ઠાકાંડ સર્જાયો : 27 લોકોના મોતથી હાહાકાર 

 

હરિયાણામાં ઝેરીલા દારૂના સેવનને પગલે લઠ્ઠાકાંડ સર્જાયો છે , જેને પગલે 27 લોકોના મૃત્યુ થયાનું નોંધાયું છે, હરિયાણાના સોનીપત ખાતે લઠ્ઠાકાંડ સર્જાયો છે અને તેમાં 27 લોકોના મોત થવા સાથે સંખ્યાબંધ લોકો ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે , હરિયાણામાં ગેરકાયદે દારૂ બનવવાની સંખ્યાબંધ ફેકટરીઓ આવેલી છે જેના ઉપર પોલીસે દરોડા શરૂ કર્યા છે,

ઉલ્લેખનીય છે કે હરિયાણા વિદશી બ્રાન્ડના દારૂનું પીઠ્ઠુ માનવામાં આવે છે અને ગુજરાતમાં ગેરકાયદે દારૂ મોટાભાગે રાજસ્થાન અને હરિયાણા થી આવે છે જે ગેરકાયદે રૂપથી ઘુસાડી પ્યાસીઓ સુધી પહોંચાડવામાં આવે છે આવા દારૂથી હવે તહેવાર ઉપર જ સાવધાન થવાની જરૂર છે હરિયાણા પોલીસે આ મામલે કાર્યવાહી કરીને ગેરકાયદે દારૂ બનવવાની ફેક્ટરીઓ ઉપર દરોડા પાડવાનું શરૂ કર્યું છે જોકે કેટલા પ્રમાણમાં ધરપકડ કરવામાં આવી છે તેની વિગતો મેળવાઈ રહી છે 

 

Related News