જમ્મુ કાશ્મીરમાં ઘર કે પ્લોટ ખરીદવો હવે શક્ય ; કેન્દ્ર સરકારે આપી મંજૂરી
દુનિયામાં સ્વગઁ એટલે કાશ્મીર, પરંતુ કાશ્મીરમાં ઘર ખરીદી ને કે પ્લોટ લઈને સ્વર્ગમાં રહેવાનું સ્વપ્ન આજ સુધી પૂરું થઇ શકે તેમ ન હતું તેનું કારણ કાશ્મીરના ખાસ દરજ્જા અને 370 મી કલમ હતી જોકે હવે કલમ પ દૂર થઇ છે અને બીજી બચેલી ઔપચારિકતાઓ પણ દૂર થઇ રહી છે , કાશ્મીરમાં હવે ઘર ખરીદવા કે પ્લોટ ખરીદવાનું સ્વપ્ન સાકાર થઇ જશે ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની દરખાસ્તને મંજૂરી આપી છે અને જોકે ખેતીની જમીન ઉપર નો પ્રતિબંધ ચાલુ રહેશે, દેશનો કોઈ પણ નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં જમીન, મકાન, દુકાન કે પ્લોટ લઈને અહીં વસવાટ કરી શકશે આ માટેની પ્રકિયા પુરી કરી દીધી છે , જોકે રાજકીય પક્ષોએ આ અંગે તીખી પ્રતિક્રિયાઓ આપી છે ,જેમાં ઉમર અબ્દુલ્લા એ આ નિર્ણય સામે ટ્વીટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે , તો ભાજપાએ આ નિર્ણયને આવકાર્યો છે