જેઠાલાલ એટલે આપણા દિલીપ જોશી સંઘર્ષના સમયમાં માત્ર 50 રૂપિયામાં કામ કરતા હતા
તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ એટલે આપણા દિલીપ જોશી સંઘર્ષના સમયે માત્ર 50 રૂપિયામાં કામ કરતા હતા, દિલીપ જોશી જેઠાલાલ ના કિરદારથી ઘરે ઘરે જાણીતા છે જોકે જેઠાલાલ સંઘર્ષ માટે નાટક અને ફિલ્મોમાં નાના રોલ કરીને આગળ આવ્યા છે, દિલીપ જોશી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખુબ જ આસ્થા ધરાવે છે અને તેઓ વારંવાર ગુજરાત આવતા રહે છે , જોકે દિલીપભાઈએ કેરિયરની શરૂઆત સલમાન ખાન ની ફિલ્મ થી કરી હતી જ્યા એક નાનકડો રોલ તેઓએ ભજવ્યો હતો, જોકે બાદમાં તેને ધીમે ધીમે ફિલ્મોમાં કામ મળવા લાગ્યું હતું , પરંતુ સાચી ઓળખ તો તારક મહેતા સિરિયલ થી મળી છે અને તેમાં તેઓ ટીવી ના સુપર સ્ટાર તરીકે સ્થાપિત થયા અને ઘરે ઘરે જાણીતા બન્યા છે