મહારાષ્ટ્રના પાલઘરમાં હચમચાવી નાખે તેવી ઘટના ;જાણો શું બન્યું નેવી ઓફિસર સાથે
મુંબઈ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટી છે.. પાલઘર જિલ્લામાં ગુન્હેગારોએ એક નેવી ઓફિસરને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી નાખ્યાની ઘટના સામે આવી છે , નેવી ઓફિસરનું ચેનાઈથી અપહરણ કરવામાં આવ્યું હતું , તેને મહારાષ્ટ્ર લાવીને પાલઘર ખાતે લાવીને તેની હત્યા કરવામાં આવી છે , નેવીઓ ઓફિસરની હત્યા શા માટે કરવામાં આવી અને તેના માટે કોણ જવાબદાર છે એ અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે , પાલઘર પોલીસના જણાવ્યાં મુજબ નેવી અધિકારીની ઓળખ સૂરજકુમાર દુબે ઉમર.વર્ષ 27 તરીકે થઈ છે. તેઓ ઝારખંડના રાંચીના રહેવાસી હતા.. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે કેસ દાખલ કરીને શોધ આદરી છે. પાલઘર પોલીસના જણાવ્યા મુજ સૂરજનું અપહરણ ચેન્નાઇ એરપોર્ટ ઉપરથી કરવામાં આવ્યું હતું અને તેના અપહરણ બાદ 10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, ખંડણી ન મળતા તેને પાલઘરના જંગલોમાં લઇ જઈને પેટ્રોલ છાંટીને જીવતો બાળી નાખ્યો હતો ખુબ દાઝી ગયેલા અધિકારીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું.