ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા ના ઘરેથી ડ્રગ મળ્યું : એનસીબીએ પાડી હતી રેડ
મુંબઈ
બોલીવુડને નશાના ચુંગાલમાં સપડાવનાર ડ્રગ કારોબારીઓ અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા માથાઓ સુધી પહોંચવા માટે એનસીબીએ આજથી ફરી ઓપરેશન હાથ ધાર્યું છે , એનસીબીની ટીમે મુંબઈમાં ફરી એક વખત ડ્રગ પેડલરો રેડ મારીને 3 શખસોની ધરપકડ કરી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા બાદ એનસીબીના ઉચ્છ અધિકારીઓની ટીમે બોલીવુડના સુપ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદ વાલાના ઘરે દરોડા પાડયા હતા અને ત્યાંથી ડ્રગ નો જથ્થો જપ્ત કર્યો છે , બોલીવુડના અનેક લોકોની સંડોવણી ડ્રગસ મામલે સામે આવી છે જેમાં દીપિકા પાદુકોણની પૂર્વ સચિવ ની પુછપરછ માટે 2 વખત એનસીબીએ સમન્સ મોકલ્યા છે જોકે તે હજુ સુધી સામે નથી આવી ,જોકે ફીલરોઝ ના ઘરે એનસીબી ની રેડ દરમિયાન તે હાજર ન હતો , આ પહેલા અર્જુન રામપાલ ની આફ્રિકન મોડેલ ગર્લફ્રૅડન ગેબ્રિઅલ ના ભાઈ ને પણ એનસીબીએ પકડી પાડ્યો હતો તેની પાસેથી કોમર્શિયલ ઉપર્યોગ થાય એટલું ડ્રગ જપ્ત કરવામાં આવ્યું છે