કોરોના કાળમાં નવરાત્રીની મંજૂરી મળશે? : પ્રાચીન સાથે અર્વાચીન રાસોત્સવ મંજૂરીની રાહમાં 

એડિટર પોઇન્ટ Publish Date : 25 August, 2020 04:37 AM

કોરોના કાળમાં નવરાત્રીની મંજૂરી મળશે? : પ્રાચીન સાથે અર્વાચીન રાસોત્સવ મંજૂરીની રાહમાં 

 
દેશમાં કોરોના કાળ ચાલી રહ્યો છે , રામનવમીથી લઈને કૃષ્ણ જન્મોત્સવ અને હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ ના સાર્વજનિક આયોજન ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે , જોકે ગુજરાતની ઓળખ અને સંસ્કૃતિ પ્રતીક સમાન નવરાત્રી યોજવા અંગે હજુ સુધી કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ નવરાત્રિને લઈને અર્વાચીન આયોજકોએ અત્યારથી જ ખેલૈયાઓના મૂડને જાણવાનો પ્રયાસ કરવાનું શરૂ કર્યું છે , રાજકોટના ખેલૈયાઓનો મૂડ જાણવા માટે ખાનગી અર્વાચીન રાસોત્સવના આયોજકોએ સોસીયલ મીડિયામાં પોસ્ટ મૂકીને નવરાત્રીના આયોજન અંગે જાહેરાત મૂકી છે જેમાં ખેલૈયાઓને બુકીંગ માટે આમંત્રિત કર્યા છે , ખાનગી આયોજકોએ ખેલૈયાઓને સરકારી મંજૂરીની અપેક્ષાએ નવરાત્રીના આયોજનમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે અને જો સરકારની મંજૂરી નહિ મળે તો ખેલૈયાઓએ આપેલા ટોકનને પરત કરવાની ખાતરી સાથે બુકીંગ શરુ કર્યું છે,... 
રાજકોટના સુરભી નવરાત્રી મહોત્સવના આયોજક વિજયસિંહ વાળાએ આયોજન અંગે ટીલિફોનિક મુલાકાતમાં જણાવ્યું કે ફેસબુક ના માધ્યમથી પોસ્ટ કરીને ખેલૈયાઓના મૂડને જાણવાની કોશિશ કરી છે અને ખેલૈયાઓ જો તૈયાર થાય અને સરકારી મંજૂરી મળે તો નવરાત્રી માટે અમારું ગ્રુપ તૈયાર છે , જોકે નવરાત્રી નું આયોજન કરવા માટે 2 થી 3 મહિનાનો સમય જોઈએ , ખાસ તો ગ્રાઉન્ડ થી લઈને સ્પોન્સર અને ખેલૈયાઓ સાથે ગાયક કલાકાર અને અન્ય સાજીંદાઓ નું બુકીંગ કરવું પડે આ માટે સમય અને લોકોનો સહયોગ જરૂરી છે ખાસ તો ખેલૈયાઓ  આવે તો જ નવરાત્રીનું આયોજન શક્ય બની શકે,...
 
રાજકોટમાં અર્વાચીન રાસોત્સવની જાહેરાત વચ્ચે મોટા ગરબા આયોજકો દ્વારા આજે કમલં ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને રજૂઆત કરવામાં આવી હતી ,જોકે મુલાકાત બાદ શું નિર્ણય આવ્યો છે એ મામલે હજુ ગોળગોળ જ વાત સામે આવી રહી છે જોકે કેન્દ્ર સરકાર કેવી અને કેટલી મંજૂરી આપેછે એ મામલે હવે રાહ જોવી પડશે  

Related News