આજથી નવરાત્રીનો શુભારંભ: 9 દિવસ માતાજીની આરાધના : ગુજરાતપોસ્ટ પરિવાર તરફથી અને S.M,મીડિયા ગ્રુપ તરફથી આપ સૌને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

TOP STORIES Publish Date : 17 October, 2020 02:29 AM

આજથી નવરાત્રીનો શુભારંભ: 9 દિવસ માતાજીની આરાધના 

 

આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે , આજથી 9 દિવસ સુધી માતાજીની આરાધનામાં સમગ્ર જગતના માઇ ભક્તો ભક્તિમાં લિન બની જશે , શારદીય નવરાત્રીનું ભારતમાં વિશેષ મહત્વ છે , ખાસ તો દેશના શક્તિપીઠોમાં આ નવરાત્રી દરમ્યાન દર્શન અને પૂજાનું મહત્વ અધિક માનવામાં  આવે છે , આજથી 25 ઓક્ટોબરસુધી દેશના વિવિધ શક્તિપીઠ અને માતાજીના મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટશે, આ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે જેમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ એટલા માટે છે કેમ કે નવરાત્રીના અંતિમ દિવસે માં દુર્ગાએ મહિસાસુર નામના અસુરનો સંહાર કર્યો હતો , તો ભગવાન શ્રીરામે રાવણનો વધ કરી સત્યનો અને ધર્મની સ્થાપના કરી રાક્ષસોના અત્યાચારથી વિશ્વને મુક્ત કર્યા હતા  જોકે આ નવરાત્રિને વિશેષ રૂપથી સાધના અને વ્રત માટે અને તપ માટે માનવામાં આવે છે , તો ગુજરાતમાં આ નવરાત્રી એ તળે ગરબા અને માતાજીની ભક્તિનો ઉત્સવ છે , ગુજરાતમાં આ વર્ષે કોરોના ને પગલે શેરી અને જાહેર ગરબા નું આયોજન નહિ થાય પરંતુ સોસાયટીઓમાં અને ફ્લેટ ખાતે ગરબાનું આયોજન લોકો કરી શકશે ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે નવરાત્રીમાં માતાજીના ગરબા ચાર ચોક કે શેરી વચ્ચે નહિ યોજવામાં આવે , જોકે માતાજીની ભક્તિ માટે ભાવિકો સજ્જ છે અને ઘરે ઘરે ગરબાની સ્થાપના કરીને અને પૂજા કરી ઉપવાસ રાખીને શ્કતિની ભક્તિ આરાધના કરી રહયા છે 

 ગુજરાત પોસ્ટ પરિવાર તરફથી અને એસ.એ મીડિયા ગ્રુપ તરફથી આપ સૌને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

Related News