નવરાત્રીનો ભવ્ય શુભારંભ : સુરક્ષા માટે રાજકોટમાં શું છે ખાસ વ્યવસ્થા ?

સમાચાર Publish Date : 28 September, 2019

સરકારના નિયમોનો કડક પાલન થશે 

29 થી ઓક્ટોબર સુધી આયોજનો 

28 ગરબા આયોજકોને મંજૂરી અપાઈ 

ગરબાના  સ્થળે સીસીટીવી ફરજીયાત રાખવા 

મહિલા પોલીસ ગરબા મેદાનમાં રહેશે 

1000 થી વધુ પોલીસ જવાનો અધિકારીઓ 

 

 

 

 

 

રાજકોટમાં આજથી નવરાત્રીના ઢોલ ઢબૂકી રહ્યા છે , ખેલૈયાઓ થનગનાટ અનુભવી રહ્યા છે, ત્યારે નવરાત્રિને લઈને શહેર પોલીસની કેવી છે તૈયારી જુઓ આ રિપોર્ટમાં 

 
રાજકોટમાં રવિવારથી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે , નવરાત્રિને લઈને આયોજકોથી લઈને પોલીસ વિભાગ પણ સજ્જ બની રહ્યું છે , ત્યારે શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈ અશાંતિ કે અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે , આ વખતે શહેરમાં 500 થી વધુ પ્રાચીન ગરબી અને 28 થી વધુ અર્વાચીન રાસોત્સવના આયોજન કરવામાં આવ્યા છે, તેમ શહેર પોલીસ કમિશ્નર સંદિપસિંઘએ જણાવ્યુ હતું ,પ્રાચીન અને અર્વાચીન ગરબી માટે 12 વાગ્યા સુધી માઈક વગાડવા મંજૂરી આપવામાં આવી છે , નવરાત્રી દરમિયાન અર્વાચીન રાસોત્સવના મેદાનમાં મહિલા પોલીસ પણ યુવતીઓની સુરક્ષા માટે ચાંપતી નજર સાથે તેનાત રહેશે ,  નવરાત્રિને લઈને શહેર પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર સંદિપસિંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજ સુધીમાં 17 જેટલા એક દિવસીય નવરાત્રી આયોજન કરવામાં આવ્યા છેતેમજ અલગ અલગ 28 જેટલા નાનામોટા અર્વાચીન નવરાત્રીના આયોજન માટે મંજૂરી આપવામાં આવી છે સાથે જ ચાર સ્થળે ગરબાના મોટા આયોજન પણ થયા છે, તો 528 જેટલી પ્રાચીન ગરબી પણ યોજવામાં આવી રહી છે,  નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવી તકેદારી રાખવામાં આવી છે સાથે ગરબા આયોજકોને પણ શરતોના આધીન ગરબા આયોજન માટે મંજૂરી આપવામાં આવી છે આવારા તત્વો કે મહિલાઓની છેડતી માટે ફરતા લેભાગુઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવશે તેમજ ગરબા આયોજનના સ્થળે મહિલા પોલીસ પણ નજર રાખશે શહેરના બંને ઝોનના ડીસીપી સાથે એસીપી અને વિવિધ પોલીસ મથકના સ્ટાફ દ્વારા પણ નવરાત્રિને સુચારુ રીતે યોજવા માટે બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે વરસાદી વિઘ્ન વચ્ચે રવિવારથી શરુ થઇ રહેલી માં શક્તિની ઉપાસનાના સૌથી મોટા પર્વ અને સૌથી મોટા મહોત્સવને રંગે ચંગે ઉજવવા માટે સૌકોઈ સજ્જ બન્યા છે ત્યારે વિશ્વના સૌથી લમ્બો તહેવાર આનંદ અને ઉત્સાહ થી ઉજવાઈ તે માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે 
 

Related News