રાજકોટમાં નવા એરપોર્ટ પોલીસ મથકને મંજૂરી; પીઆઇ સહિતનો સ્ટાફ ફાળવાયો
રાજકોટ
રાજકોટની સતત વધતી વસ્તી અને વધતા ક્રાઇમ રેટને કાબુમાં કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા વધારાના પોલીસ સ્ટાફની ફાળવણી બાદ શહેરમાં વધુ એક પોલીસ મથકને મંજૂરી આપવામાં આવી છે , શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એરપોર્ટ પોલીસ મથકને મંજૂરી મળતાની સાથે જ પીઆઇ સહિતના સ્ટાફની ફાળવણી કરી છે , રાજ્ય સરકાર દ્વારા હિરાસર એરપોર્ટ ને લઈને હિરાસર ગામમાં પોલીસ મથકના બિલ્ડિંગને મંજૂરી આપી છે ઉલ્લેખનીય છે કે હિરાસર ખાતે નવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ તૈયાર થઇ રહ્યું છે અને ત્યાં નવા પોલીસ મથક માટેની મંજૂરી પણ મળી ચુકી છે, હિરાસત ખાતે એક પીઆઇ , 2 પીએસઆઇ 5 એ એસ આઈ સહીત 75 પોલીસ કર્મચારીઓના સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે ,. નવા પોલીસ મથક માટે પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે , આ પોલીસ મથકમાં કુવાડવા પોલીસ મથક હેઠળના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવશે