દિલ્હી કા કિંગ કોણ ? દિલ્હીવાસીઓનાં દિલ ની વાત 

top news Publish Date : 03 February, 2020

દિલ્હી કા કિંગ કોણ ? દિલ્હીવાસીઓનાં દિલ ની વાત 

દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને કેજરીવાલ એન્ડ કમ્પની સામે કેન્દ્ર સરકારે ચૂંટણી જીતવા માટે પુરી ફોજ ઉતારી છે , દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે એ કહેવું એટલું વિકટ બન્યું છે કે અહીં હિન્દી ફિલ્મની જેમ અનેક વણાંકો આવી રહ્યા છે , સ્કૂલ, હોસ્પિટલ અને સ્થાનિક મુદ્દાઓને છેલ્લા પાંચ વર્ષમાં હાથમાં લઈને કેજરીવાલે લોકોના કામ કર્યાના દાવાઓ કર્યા છે , તો દિલ્હીમાં કોઈ કામ જ ન થયાનો આરોપ ભાજપ સરકારે લગાવ્યો છે , દિલ્હીની ગાદી જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ભાજપના ચાણક્ય અમિતશાહ, કેન્દ્રના 22 પ્રધાન, ચાર રાજ્યના મુખ્યમંત્રી અને સંખ્યાબંધ કાર્યકરો દિલ્હીના ચૂંટણી જંગમાં પ્રચાર માટે ઉતારી દેવામાં આવ્યા છે , તો અહીં કેજરીવાલ પણ કાંઈ કમ નથી સીએએ અને એનસીઆર મામલે બનેલા મોદી સરકાર વિરોધી માહોલનો ભરપૂર ઉપયોગ કરીને લઘુમતી વોટને અંકે કરવામાં લાગી ગયા છે અને તેનું કેન્દ્ર બન્યું છે શાહીનબાગ આંદોલન સ્થળ અહીં દેશભરમાંથી મુસ્લિમ સમુદાયના લોકો આવીને ધરણા અને વિરોધ કરી રહ્યા છે તેને ક્યાંથી ફંડ આવી રહ્યું છે અને તેને કોણ મદદ કરી રહ્યું છે એ સવાલ આજે પણ યક્ષ પ્રશ્ન બની રહ્યો છે તો ભાજપ પણ આ સ્થિતિ ને લઈને મધ્યમવર્ગ અને હિન્દૂ વોટને અંકે કરવા માટે કામે લાગ્યા છે એટલે જ દિલ્હી ના દિલ ની વાત હજુ સુધી સ્પષ્ટ થઇ શકી નથી , અત્રે નોંધવાનું એ છે કે 125 વર્ષ કરતા વધુ જૂની કોંગ્રેસ પાર્ટી અહીં ચૂંટણી ના જંગમાં ક્યાંક જોવા જ મળતી નથી માટે હવે ચૂંટણીના દિવસ અને પરિણામના દિવસની રાહ જોવી પડશે કે દિલ્હી ના દિલમાં શું છે ?

Related News