શું પેટ્રોલ અને ડીઝલ વગર પણ વાહન ચલાવવું શક્ય બનશે ?

લાઇફ સ્ટાઇલ Publish Date : 08 June, 2020 01:11 AM

શું પેટ્રોલ અને ડીઝલ વગર પણ વાહન ચલાવવું શક્ય બનશે ?

 

ભવિષ્યમાં ઇંધણ વગર આધુનિક ટેક્નોલોજીથી વાહનો ચાલશે 

તમે ક્યારેય કોઈ દિવસ કલ્પના કરી છે કે પેટ્રોલ અને ડીઝલ કે ગેસ તમારા સ્કૂટર કે કાર માં ન હોઈ તો તે ચાલે ખરા ?, શું પેટ્રોલ અને ડીઝલ કે ગેસ વગર વાહન ચલાવવા શક્ય છે ? આ વિચાર ભલે રોમાન્સ ઉભો કરનાર હોઈ પણ લગભગ તમામ લોકોએ પોતાની કલ્પનામાં આવો વિચાર જરૂર કર્યો હશે કે કોઈ દિવસ એવો આવે કે કાર, મોટરસાયકલ કે વિમાન ઇંધણ વગર ચાલે તો કેવું , આ કલ્પના કે ધોળા દિવસે જોવાતું સ્વપ્ન સાકાર થઇ શકશે ,જેમ એક સમયે પાણીમાં લોખંડનું જહાજ તરવું એક કોરી કલ્પના ગણાતી હતી , આકાશમાં વિમાન ઉડવું એ કોરી કલ્પના ગણાતી હતી ત્યારે પેટ્રોલ અને ડીઝલ અને ગેસ ના સહારા વગર વાહન ચલાવવું પણ કોઈ કલ્પના નહિ હકીકત બની શકે છે દુનિયામાં ઈધણનાં સ્ત્રોત હવે માત્ર 50 કે 80 વર્ષ જેટલા જ બચ્ચાં છે પેટ્રોલ અને ડીઝલ ની પણ એક મર્યાદા છે ત્યારે દુનિયાને નવા જ અને ખૂટી ન શકે એવા ઇંધણ ની જરૂર છે અને તે ઇંધણ બની શકે છે મેગ્નેટિક તરંગો , જીહા , વિજ્ઞાનીકો હવે એવા ચુંબકીય તરંગો અને ઇંધણ ના વિકલ્પો ઉપર કામ કરી રહ્યા છે જે ભવિષ્યમાં વાહન ચલાવવા માટે સસ્તું અને પ્રદુષણ વગરનું વિકલ્પ બની શકે આ શોધ હજુ ચાલુ જ છે ત્યારે શોધ ક્યારે અને કેવી રીતે આગળ વધશે એ કહેવું મુશ્કેલ છે પરંતુ આગળના દિવસમાં કે એક દાયકાની અંદર એવી શોધ જરૂર થશે જે પેટ્રોલ અને ડીઝલ નો વિકલ્પ બની શકે અને તમામ વાહનો પ્રદુષણ વગર ના ઈંધણ થી ચાલશે અને ભવિષ્ય કંઈક અલગ છે 

Related News