ભારત દેવાનું ડુંગર હેઠળ દબાઈ જશે; જાહેર દેવું પહોંચ્યું જીડીપીના 90 ટકા સુધી પહોંચ્યું: આઈએમએફ
ભારત સરકાર માટે ચિંતાજનક સમાચાર આઈએમએફ તરફથી આવ્યા છે , દેશનું કુલ દેવું જીડીપીના 90 ટકા સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે , આવકમાં ઘટાડો અને જાહેર ખર્ચમાં સતત વધારાએ દેવામાં વધારો કર્યો છે , જીડીપી ની વૃદ્ધિ કોરોના અને લોકડાઉનને પગલે અટકી ગઈ હતી જેને પગલે દેશને ચલાવવા માટે કેન્દ્ર સરકારે સતત લોન લેવી પડી છે જેથી જાહેર ક્ષેત્રનું દેવું હાલ ની જીડીપીના 90 ટકા સુધી પહોંચે તેવી સ્થિતિ જોવા મળી રહી છે આ સ્થિતિ ચિંતા ઉપજાવનારી છે