ભારત વિકસાવી રહ્યું છે ઘાતક લેસર હથિયારો; સ્ટારવોરને ટક્કર મારે તેવા સૌથી ઘાતક હથિયાર 

SCIENCE & TECH Publish Date : 14 September, 2020 12:55 PM

ભારત વિકસાવી રહ્યું છે ઘાતક લેસર હથિયારો; સ્ટારવોરને ટક્કર મારે તેવા સૌથી આદુનિક ઘાતક હથિયાર 

ન્યૂઝ ડેક્સ 

દુનિયામાં સૌથી ઘાતક હથિયાર ન્યુક્લિયર બૉમ્બ માનવામાં આવે છે પરંતુ આ બોમ્બો હાલના તબક્કે કોઈ દેશ ઉપયોગ કરવાનું વિચારી પણ ન શકે કારણ કે એક વખત ન્યુક્લિયર બોમ્બનો જાપાન ઉપર અમેરિકા પ્રયોગ કરી ચૂક્યું છે અને તેના ઘાતક પરિણામ પણ દુનિયાએ નિહાળયા છે , જોકે હવે દુનિયાના સંખ્યાબંધ દેશો પાસે ન્યુક્લિયર હથિયાર ઉપલબ્ધ છે જોકે ન્યુક્લિયર હથિયાર કરતા પણ વિશેષ છે સ્ટારવોર માં જોવા મળેલા ઘાતક અને અતિવિનાશક લેસર ગાઇડેડ હથિયાર જે દુશ્મનને ક્ષણમાં જ રાખ બનાવી શકે છે એટલું જ નહિ લેસરગાઈડેડ હથિયાર એટલા આધુનિક હશે કે તેને જેના ઉપર પ્રયોગ કરવામાં આવશે તે વ્યક્તિ કે વસ્તુ જ તેનાથી નાશ પામશે આમ દુશ્મન ને આ અતિ ઘાતક અને સચોટ નિશાન પાર પાડે તેવા હથિયાર ફક્ત ડરાવશે જ નહિ પરંતુ જેતે સમયે દુશ્મન ને ખતમ કરવા માટે પણ કારગર નીવડી શકે છે , સ્ટારવોર માં જેમ સુપર તલવાર અને સુપર લેસર ગાઇડેડ મિસાઈલ અને અન્ય ઘાતક હથિયારની કલ્પના કરી અતિ તેવા જ ઘાતક હથિયાર હવે ભારત બનાવવા જય રહ્યું છે અને તે બનવવા માટે ભારતીય ડીઆરડીઓ દ્વારા કામ ને ગતિ આપવા આવી રહી છે , આ હથિયાર એટલા વિનાશક હશે કે દુશ્મન વિચારશે ત્યાં જ તેનો ખાત્મો બોલી જશે અને યુદ્ધ ના સમયે અને યુદ્ધ ના મેદાનમાં સૈનિકોની ખુવારી વગર જ દુશ્મન ને ખતમ કરવા માટે સૌથી અસરકારક હથિયાર બની શકે છે એનર્જી વેપન પ્રોગ્રામ હેઠળ આ હથિયાર ને તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને અત્યંત ગુપ્તતા રાખવામાં આવી રહી છે.

 

સ્ટારવોરના હથિયાર પણ પડી જશે ઝાંખા : ભારત વિકસાવી રહ્યું છે સૌથી ઘાતક હથિયાર 

ડીઆરડીઓ દ્વારા લેસરગાઈડેડ સુપરસ્પેશ્યલ ટેક્નિકથી સજ્જ હથિયાર 

દુશ્મનોને ક્ષણવારમાં જ ખતમ કરી નાખશે આ હથિયારો;દુશ્મનોને થરથર ધ્રુજાવી દેશે લેસર હથિયાર 

Related News