યૂએઇમાં રમાઈ રહેલા આઇપીએલ 13 માં ભારતીય ક્રિકેટ ટીમના ગબ્બર અને દિલ્હી કેપિટલના ઓપનર શિખર ધવન એ સતત બીજા મેચમાં સદી ફટકારી છે , ધવને આ પહેલા ગયા મેચમાં ચેન્નાઈ સામે સદી ફટકારી છે ,તો આજે પંજાબ સામે ધમાકેદાર ઇનિંગ રમીને શિખર ધવને આઇપીએલ ના ઇતિહાસમાં સતત બે મેચમાં સદી ફટકારવાનો નવો રેકોર્ડ પણ પોતાના નામે બનાવ્યો છે , શિખર ધવન સતત સુપર ફોર્મ માં છે અને એટલે જ દિલ્હીને આઇપીએલ માં ટોચના ક્રમે લઇ ગયો છે