યસ બેન્ક દેશભરમાં 50 શાખાઓ બંધ કરશે
કરોડો રૂપિયાના લોન મામલે વિવાદમાં રહેલી યસ બેન્ક હવે ધીમે ધીમે બેઠી થવા તરફના પગલાં ભરી રહી છે યસ બેન્ક નું મેનેજમેન્ટ બદલાયા બાદ હવે ધીમે ધીમે બેન્કને દોડતી કરવા માટે અને તેના ખર્ચમાં ઘટાડા માટે નવા નવા પગલાઓ ભરવામાં આવી રહયા છે જેના ભાગરૂપે દેશભરમાં બિન જરૂરી માનવામાં આવતી 50 જેટલી શાખાઓને યસ બેન્ક બંધ કરશે જેથી બેન્કનો ખર્ચ ઘટાડી શકાય