ખાદ્યતેલના ભાવમાં સતત વધારો કેમ ? શા માટે મગફળીની જબ્બર આવક છતાં વધ્યા તેલના ભાવ 

આંતરરાષ્ટ્રીય Publish Date : 22 December, 2019

ખાદ્યતેલના ભાવમાં સતત વધારો કેમ ? શા માટે મગફળીની જબ્બર આવક છતાં વધ્યા તેલના ભાવ 

રાજકોટ 

સમગ્ર ગુજરાતમાં મગફળીની જબ્બર આવક થઇ છે , કપાસ પણ સારો પાક્યો છે , કપાસિયા અને મગફળીના સારા ઉત્પાદન છતાં સીંગતેલના અને કપાસિયા તેલના ભાવમાં વધારો કેમ ? આ સવાલ આજકાલ બધા જ પૂછી રહ્યા છે  , ખાદ્યતેલના ભાવમાં વધારા પાછળ સૌથી મોટું કારણ છે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલોનો ભાવ અને તેની ડિમાન્ડ, આ વાતને સામાન્ય રૂપથી સમજીયે તો ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતીઓ સૌથી વધુ કપાસિયા અને સીંગતેલ ને ખોરાકમાં ઉપયોગ કરે છે જયારે દેશના અન્ય રાજ્યમાં ખાદ્યતેલ તરીકે વિવિધ તેલનો ઉપયોગ થાય છે જેમાં સનફ્લાવર, અને રાયડા ના તાલનો ઉપયોગ વધુ છે આજ કલ એડિબલ ઓઇલ નો ઉપયોગ પણ વધ્યો છે જોકે સૌથી વધુ વપરાશ પામ તેલનો છે જે અન્ય તેલમાં મિક્ષર તરીકે વાપરવામાં આવે છે મલેશિયા અને ઇસ્ટ એશિયાના દેશોમાંથી મોટા પ્રમાણમાં ભારત ખાદ્યતેલ તરીકે પામ ઓઈલની આયાત કરે છે ત્યાં પ્રતિકૂળ વાતાવરણને લઈને પાલ ઓઈલનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું છે , તો ભારતમાં દેશની કુલ જરૂરિયાતના 75 ટાકા જેટલું તેલ  આયાત કરવામાં આવે છે જેને લઈને ભાવ આંતરરાષ્ટ્રીય સાથે સ્થાનિક પરિબળોના આધારે નક્કી થાય છે સાથે જ મગફળીના તેલને લઈને હવે ચાઈનામાં પણ ડિમાન્ડ નીકળી છે ત્યાં ચીનાઓ ખાદ્યતેલ તરીકે મગફળીને વાપરતા થયા છે આમ દેશી અને આંતરરાષ્ટ્રીય કારણે લઈને ખાદ્યતેલનો ભાવ છે એ વધેલો છે અને હજુ પણ આ ભાવ માર્ચ મહિના સુધી આમ જ રહે તેવી સાંબાવના છે 

Related News