પાકિસ્તાન આખરે દેવાળિયું થવાની તૈયારીમાં : પ્રજા માટે ખાવાના પૈસા પણ નથી રહયા 

આંતરરાષ્ટ્રીય Publish Date : 01 September, 2019

પાકિસ્તાન આખરે દેવાળિયું થવાની તૈયારીમાં : પ્રજા માટે ખાવાના પૈસા પણ નથી રહયા 

 

લાહોર,

 

ભારત સાથે સતત દુશ્મની કરીને  આતંકિસ્તાન પાકિસ્તાન આખરે ભિખારી થઇ ગયું છે ,  પાકિસ્તાનના વડાપ્રધાનની ઓફિસનું લાઈટ બિલ ભરવાના પૈસા પણ પાકિસ્તાન પાસે રહ્યા નથી, પાકિસ્તાને વિશ્વભરમાં લોન માટે અને સહાય માટે ખોળો પાથર્યો છે પણ કોઈ સહાય કે મદદ આપવા તૈયાર નથી , કારણ કે પાકિસ્તાન સહાય અને લોનના ;પૈસાને ભારત સામે આતંકવાદ વકરાવવા માટે ખર્ચ કરી નાખે છે , પાકિસ્તાન માટે હવે આગામી એક વર્ષમાં અસ્તિત્વ સામે જોખમ સર્જાયું છે , એક તરફ દેશમાં પૈસા નથી , તો બીજી તરફ સરકારી ઓફિસના લાઈટ બિલ ભરવાના પણ પૈસા નથી રહ્યા , પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ઓફિસનું લાઈટ કનેક્શન ગમે ત્યારે કપાઈ જવાની તૈયારીમાં છે , તો પાકિસ્તાનમાં ખાવાના પણ સાંસા પાડવાના છે , દેશમાં નથી વીજળી ,નથી પાણી, નથી ખેતીને લાગતું કોઈ ઉત્પાદન , દેશ આતંકીઓને પાળવામાં એ ભૂલી ગયો કે દેશની જનતા પણ છે , જનતા ભૂખી નાંગી ભટકી રહી છે અને આતંકીઓને લઈને ઇમરાન શેખી મારી રહ્યા છે , દેશમાં ગમે ત્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ ચુકી છે , એક તરફ બલુચિસ્તાન અલગ થવા માંગે છે ,તો બીજી તરફ સિંધમાં પણ અલગ થવાના સુર ઉઠી રહ્યા છે , દેશના અનેક શહેરમાં સરકાર સામે આક્રોશ વ્યક્ત થઇ રહ્યો છે 

Related News