પેટ્રોલ ડિઝલનોપ ભાવ વધારો , હજુ થશે વધારો 

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 19 September, 2019

 

રાજકોટ સહીત દેશભરમાં ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે , ભાવ વધારો થવાને પગલે મોંઘવારી વધુ ભડકે બળે તેવી શક્યતા જોવાઈ રહી છે , સતત ભાવ વાળવા પાછળ સાઉદીની ઓઇલ કમ્પની ઉપરના ડ્રોન હુમલાને જવાબદાર માનવામાં આવે છે , જેને પગલે વિશ્વમાં ઓઇલ ઉત્પાદન ઘટવાની સ્થિતિમાં ભાવ વધારો થઇ રહ્યો છે , ઉત્પાદન ઘટવાને પગલે વિશ્વભરમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે અને આગામી દિવાળી ઉપર પણ ભાવ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે , પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે , લોકો લંબીઓ લાંબી કતારો લગાવીને પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહયા છે 

Related News