વિવાદાસ્પદ બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેની ગોવા પોલીસે ધરપકડ કરી છે , પૂનમ પાંડે ઉપર અશ્લીલતા ફેલાવાનો આક્ષેપ ગોવા પોલીસે લગાવ્યો છે, પૂનમ પાંડે ગોવાના બીચ નજીક અશ્લીલ ફોટો અને વિડિઓ શૂટ કરતી હોવાની વિગતો સાથેની ફરિયાદ ગોવા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો અને પૂનમ પાંડેની ધરપકડ કરી છે, ઉલ્લખનીય છે સેમી પોર્ન અને ન્યૂડ ફોટો અને વિડિઓ શૂટ કરીને તેને સોશ્યલ મીડિયામાં પુના પાંડે રિલીઝ કરતી રહી છે હાલમાં જ એક મોડેલ સાથે તાત્કાલિક લગ્ન કરીને અને એક સપ્તાહમાં જ તેને પોતાના કથિત પતિ વિરુદ્ધ મારામારીની અને અકુદરતી હરકતો કરી ત્રાસ આપવા અંગે ફરિયાદ કરી હતી પૂનમ પાંડે સતત વિવાદમાં રહેવા ટેવાયેલી છે અને થોડા સમય પહેલા પૂનમ નું ન્યૂડ ફોટો અને વિડિઓ શૂટ પણ વાયરલ થયું હતું