મહાનગર પાલિકાના પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૧ સાયકલ સવારોને ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી
.રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ શેરિંગ ના ભાગ રૂપે પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી હસ્તક કરવામાં આવ્યું હતું, આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરીજનોને નજીકના સ્થળોએ પહોંચવા માય બાઈક એજન્સી દ્વારા પબ્લિક બાઈક પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો , આ તકે ૧૧ સાયકલ સવારોને ઝંડી આપી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભન્ડેરી, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, અગ્રણીશ્રી નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, રાજુભાઇ ધ્રુવ,શ્રીમતી અંજલિબેન રૂપાણી, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુ.કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ અધિકારી-પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.