આ વર્ષે કેસર કેરીની ધૂમ આવક થશે : લોકો મનભરીને કેરીનો સ્વાદ માણી શકશે

WHATS NEW Publish Date : 03 February, 2020

રાજકોટ 

આ વર્ષે કેસર કેરીના શોખીન લોકો માટે સારા સમાચાર આવ્યા છે ચોમાસુ સારું રહેવા અને શિયાળામાં ભરપૂર ઠંડી પડવાને પગલે આંબા ઉપર મોર નું આગમન થઇ ચૂક્યું છે સૌરાષ્ટ્રના ખાસ કરીને ગીર અને સોરઠના વિસ્તારમાં થતી પ્રખ્યાત કેસર કેરીના આંબા ઉપર લચી લચી ને કેરીના મોર આવ્યા છે , સોરઠ અને ખાસ કરીને સાસણના ખેડૂતો ને આશા બંધાઈ છે કે આ વર્ષે કેસર કેરી ની આવક ધૂમ થશે અને સારી ક્વોલિટીની કેસર કેરી ની સારી કામની પણ થશે , કેસર કેરી એક માત્ર સૌરાષ્ટ્રમાં થાય છે જયારે રત્નાગીરી અને હાફુસ કેરી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં થાય છે જોકે કેસર ની વાત નિરાળી છે અને સ્વાદના શોખીનો માટે આ વર્ષે ઉનાળો કેરી ની મિજબાની અને સ્વાદ માણવા માટે અનોખો બની રહેવાનો છે , કેસર કેરીની સારી આવક અને સારી ક્વોલેટીને પગલે લોકોને જલસો પડી જવાનો છે તો ભાવ પણ ગત વર્ષ કરતા રાબેતા મુજબના જ થવાની ધારણા છે જોકે હાલ તો કેસર કેરી ના ઝાડ ઉપર કોઈ રોગ કે અન્ય નુકસાની જોવા મળી નથી જેથી સારા પાક અને સારા ઉતારાની આશા બંધાઈ છે 

Related News