આત્મીય કોલેજના બે વિદ્યાર્થીઓ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા : વિદ્યાર્થીઓમાં વધ્યું નશાનું દુષણ 

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 28 September, 2019

આત્મીય કોલેજના બે વિદ્યાર્થીઓ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા : વિદ્યાર્થીઓમાં વધ્યું નશાનું દુષણ 

rajkot

રાજકોટની આત્મીય યુનિવર્સીટી ખાતે કાર્યરત આત્મીય કોલેજના બે વિદ્યાર્થીઓ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા છે  એસઓજી ને મળેલી બાતમીના આધારે બને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે , ઝડપાયેલા બંને આરોપીઓના કબ્જામાં 3.4 કિલો ગાંજો પણ જપ્ત કરવાં આવ્યો છે , રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે પહેલા પણ જંગલેશ્વરના કુખ્યાત શકશો ઝડપાઇ ચુક્યા છે , ત્યારે વિદ્યાર્થીઓ નશાના કારોબારમાં ઝડપાયા હોઈ તેવો પહેલો બનાવ નોંધાયો છે , આત્મીય કોલેજમાં અભ્યાસ કરતા દિવ્યેશ સોલંકી અને હર્ષ શુનિલભાઈ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે , બંને પાસે આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો કયથી આવ્યો અને ગાંજાના વેપાર સાથે કેટલા સમયથી બને જોડાયેલા છે બને કેરિયર તરીકે કામ કરતા હતા કે પછી વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવીને મોટું રેકેટ ચાલવામાં આવતું હતું તે અંગે વિશેષ તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે 

Related News