રાજકોટ : યુનિવર્ષિટી રોડ ઉપર વાણંદની દુકાનમાં લૂંટ ચલાવનાર આરોપીઓ સકંજામાં 

સૌરાષ્ટ્ર Publish Date : 10 September, 2019

rajkot

રાજકોટના યુનિવર્સિટી રોડ પર એન્જોય હેર નામે સલૂનમાં લૂંટની ઘટના ઘટી હતી, જેમાં સંડોવાયેલા 4 પોલીસમેન સકંજામાં આવ્યા છે, સલૂનની દુકાન ધરાવતા અશોકભાઇ વાઘેલાની દુકાનમા પહોચી જઈને ચાર શખ્સોએ ઘુસી જઇ પોતે ગાંધીગ્રામ ડી. સ્ટાફના કર્મચારીઓ છે, તેમજ દુકાનમા મહિલાઓને રાખીને ખોટા ધંધા કરો છો કહી લૂંટ ચલાવી હતી, દુકાનમા આવેલા શકસોએ ફડાકા પણ માર્યા હતા, ફડાકા મારી રૂ. ૮૫ હજારની રોકડ અને પૂરાવાનો નાશ કરવાના ઇરાદે સીસીટીવીના ડીવીઆરની લૂંટ કરતાં ગાંધીગ્રામ પોલીસે બે શખ્સને સકંજામાં લીધા છે. આ ચારેયમાં બે  ટ્રાફિક પોલીસમેન છે અને એક હેડકવાર્ટરનો સસ્પેન્ડ પોલીસ કર્મચારી છે, તેમજ ચોથો ટ્રાફિક વોર્ડન છે. પોલીસે જ આવા ધંધા કરતાં ચકચાર મચી ગઇ છે. ગાંધીગ્રામ પોલીસે આ બનાવ સંદર્ભે રૈયા ચોકડી નજીક સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતાં અશોકભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે , સમગ્ર મામલે પોલીસે કેયુર આહિર, ટ્રાફિક બ્રાંચના જોગેશ ઠાકરીયા, પ્રવિણ મહિડા તથા ટ્રાફિક વોર્ડન તરીકે કામ કરતાં નવઘણ દેગડાની ધરપકડ કરી છે.

Related News