રાજકોટમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ : રાજકોટના ભાયાસર ગામમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ 

એડિટર પોઇન્ટ Publish Date : 16 July, 2020 09:05 AM

by

Mayur soni

Rajkot

રાજકોટ સહિતબ સમગ્ર સૌરાષ્ટ્રની ધરા આજે વહેલી સવારે 7 વાગ્યેને 40 કલાકે ધ્રુજી ઉઠી હતી , એક મહિનામાં બીજી વખત આવેલા ભૂકંપનું કેન્દ્ર બિન્દુ આ વખતે રાજકોટ જિલ્લામાં નોંધાયું છે , રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ભાયાસર ગામ માં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે , ભાયાસર ગામની ફોરેસ્ટની વીડીમાં આવેલી સિમ માં ભૂકંપ નું કેન્દ્ર બિંદુ હોવાનું નોંધાયું છે ,ભૂકંપ ભાયાસર ગામની સીમમાં હોવાને પગલે ગામના લોકોમાં ભય સાથે ફફડાટ ફેંકાયો હતો , એક તરફ ગામમાં કોરોના ના 7 પોઝિટિવ કેસ હોવાને પગલે ગામ સંપૂર્ણ કોરન્ટીન હેઠળ છે બીજી તરફ ભૂકંપ આવતા ગામના લોકોમાં વધુ ભય ફેલાયો છે , કોરોના ગામમાં ફેલાયો હોવાથી લોકો ઘર ની બહાર નીકળી નથી શકતા તો બીજી તરફ ભુકંપ આવતા લોકો ઘરમાં નથી રહી શકતા , તો બીજી તરફ રાજકોટ શહેરમાં પણ લોકોએ ભૂંકપ ની અનુભૂતિ કરી હતી અનેક લોકોએ વહેલી સ્વરે ભૂકંપ ની અનુભૂતિ કરતા લોકો બેબાકળા બનીને રસ્તા ઉપર આવી ગયા હતા , આવી જ સ્થિતિ સૌરાષ્ટ્રના અન્ય શહેરમાં જોવા મળી રહી છે 

Related News