રાજકોટમાં 9ના ટકોરે કર્ફ્યુનો અમલ શરૂ :ઘરે રહો સુરક્ષિત રહો
રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીઓ અને તહેવાર પૂર્ણ થયા બાદ કોરોના ના કેસ વધવાની સાથે જ રાજ્યના ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ કરાવ્યો છે , રાજકોટમાં આજથી આગામી આદેશ ન આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે , રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ શરૂ શું\\થયું છે, લોકોને આગાવથી જ જણાવી દેવામાં આવ્યું છે કે કર્ફ્યુનો કડક અમલ થશે માટે લોકોને કોઈ મહત્વના કારણ વગર કે પછી કોઈ ઇમર્જન્સી વગર કર્ફ્યુ નો ભંગ ન કરવો , દુકાનદારોને પણ એવી રીતે જ વ્યવસાય અંધ કરવા જણાવ્યું છે કે તેઓ 9 વાગ્યા પહેલા જ ઘરે પહોંચી જાય મેડિકલ અને મીડિયા સિવાયના કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે , કર્ફ્યુનું કડક પણે અમલ શરૂ કરાવવા માટે રાજકોટમાં પોલીસ, જી.આર.ડી. જવાન, વોર્ડન, હોમગાર્ડ સહિત 3500 જવાનોનો કાફલો કફર્યુની અમલવારી માટે તૈનાત કરી દેવામાં આવ્યો છે રાત્રીના કેશરીપુલ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ સિવાયના તમામ બ્રિજ બંધ રહેશે જયારે બહારગામ આવન-જાવન માટે બાયપાસનો માર્ગ ખુલ્લો રહેશે , ખાસ કિસ્સામાં મેડિકલ માટે બહાર જવાની મંજૂરી મળશે જોકે આ સિવાય કોઈને પણ કર્ફ્યુ અંગે છૂટ આપવામાં આવશે નહિ