રાજકોટ : સ્ટેન્ડિંગ કમિટીએ 2132.15 કરોડનું સંભવિત બજેટ મંજુર કર્યું : 25 નવી યોજનાના રૂપમાં સપના દર્શાવ્યા 

top news Publish Date : 10 February, 2020

રાજકોટ : સ્ટેન્ડિંગ કમિટીએ 2132.15 કરોડનું સંભવિત બજેટ મંજુર કર્યું : 25 નવી યોજનાના રૂપમાં સપના દર્શાવ્યા 

રાજકોટ 

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ 2020-21 નું વાર્ષિક અંદાજ પત્ર આજે 2132.15 કરોડના કદ સાથે મંજુર કર્યું છે , બજેટ નું કદ ભલે મોટું હોઈ અને તેમાં સ્ટેન્ડિગ કમિટી દ્વારા ભલે 25 નવી યોજનાઓનો ઉમેરો કરવા આવ્યો હોઈ પરંતુ આ બજેટ માત્ર અને માત્ર ચૂંટણી લક્ષી તૈયાર કરવામાં આવ્યું છે , બજેટમાં નવીન કોઈ વાત નથી સ્માર્ટ સિટીને લગતા હોઈ ખાસ આયોજન પ્રથમ દ્રષ્ટિએ નજરે મળ્યાં નથી તો બજેટમાં મહિલાઓ માટે 3 નવા બગીચા બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે , સાથે સાથે ઓડિટોરિયમ અને અન્ય બાબત છે જોકે ખાસ વાત એ છે કે એજ્યુકેશનને લઈને આ બજેટમાં કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી નથી નવી એક પણ ઇંગલિશ સ્કૂલ બનવવા માટે પ્રાવધાન નથી તો આરોગ્યને લગતી બાબત એઇમ્સ ને લઈને માંડી વાળવામાં આવી હોઈ તેવી ચર્ચા શરૂ થઇ છે 

Related News