નવા રાજકોટમાં દોઢ અબજની જમીન ઉપર થી દબાણો દૂર કરવામાં આવ્યા 

GUJARAT Publish Date : 17 October, 2020 10:57 AM

નવા રાજકોટમાં દોઢ અબજની જમીન ઉપર થી દબાણો દૂર કરવામાં આવ્યા 

 

રાજકોટ મહાપાલિકા દ્વારા નવરાત્રીના શુભારંભ સાથે જ સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણનો દૂર કરવાની કામગીરીને વેગ આપી રહ્યું છે ,રાજકોટમાં યુનિવર્ષિટી રોડ અને રૈયા રોડ શહિતના વિસ્તારોમાં આજે 100 જેટલા દબાણોનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો છે , મહાપાલિકા દબાણ હટાવવાના એક્શન પ્લાનને અમલી કરી રહ્યું હોઈ તેમ ગઈકાલે કોઠારીયા વિસ્તારમાં 100 કરોડની બજાર કિંમતની સરકારે સોંપેલી જમીન ઉપરથી દબાણો દૂર કર્યા હતા તો આજે નવા રાજકોટના દોઢ અબજની કિંમતના અલગ અલગ પ્લોટ ઉપર ખડકાયેલા દાણોને દૂર કર્યા હતા , મહાપલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના જણાવ્યા મુજબ અંદાજિત 87 જેટલા દાણોને દૂર કરવામાં આવ્યા છે , યુનિવર્ષિટીન રોડ, રૈયા રોડ  મહિલા આઈટીઆઈ સહિતના વિસ્તારમાં કાચાપાકા મકાનો અને ગેરકાયદે બાંધકામને જમીન દોસ્ત કરવામાં આવ્યું છે 

Related News