કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના પરિવારની જિનિંગ મિલ ઉપર આઇટીના દરોડા 

એડિટર પોઇન્ટ Publish Date : 04 February, 2020 11:13 AM

કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના પરિવારની જિનિંગ મિલ ઉપર આઇટીના દરોડા 

 
 
રાજકોટ આવકવેરા વિભાગે દરોડાનો શરૂ કર્યો દોર 
 
રાજકોટ 
 
માર્ચ મહિનો નજીક આવતા જ આઇટી વિભાગ સક્રિય બન્યું છે અને રાજકોટમાં મોટા પ્રમાણમાં દરોડાનો દોર શરૂ કર્યો છે , આવકવેરા વિભાગે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના પરિવાર સાથે સંકળાયેલ વૈભવ જિનિંગ મિલમાં દરોડા પડયાનું બહાર આવ્યું છે આવકવેરા વિભાગે રાજકોટ જિલ્લા અને શહેરમાં એક સાથે ત્રણ સ્થળે દરોડા પડયા છે જેમાં ગોંડલના બિલિયાળા પાસે આવેલી કેબિનેટ મંત્રીના પરિવારની વૈભવ જિનિંગ એન્ડ સ્પિનિંગ મિલ , વર્લ્ડ આર્ટ એન્ડ ગિફ્ટમાં સર્વે કરવામાં આવ્યો છે તો અન્ય એક સ્થળે સર્ચ કરવામાં આવ્યાનું સામે આવ્યું છે આઇટી વિભાગના રેન્જ એક અને બે ના ટિમો દ્વારા આ સર્વે કરવામાં આવી રહ્યો છે , ઉલ્લેખનીય છે કે વૈભવ જિનિંગ મિલ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની માલિકીની છે અને ત્યાં આવકવેરા વિભાગના દરોડાથી ખળભળાટ મચી ગયો છે 

Related News