રાજકોટ ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેન્કની આજે રાજકોટ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં વાર્ષિક હિસાબ કિતાબો અને નવી 6 સ્કિમોને ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ લોન્ચ કરી છે , જયેશભાઈએ વર્ચ્યુઅલ સભાને સંબોધન કરતા જણાવ્યું છે કે સંસ્થા ખેડૂતોના હિટ માટે કાર્યરત છે છેલ્લા 61 વર્ષમાં સ્થાપક વલ્લભભાઈ પટેલથી લઈને પૂર્વ ચેરમેન વિઠ્ઠલભાઈ સુધી તમામે ખેડૂતો અને સભાસદોની હિતની સતત ચિતા કરી છે, આ વર્ષે બેંકે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે જેમાં બેન્કની સંચાલક બોડી બિનહરીફ ચૂંટાઈ આવી તે અને બેન્ક નું ટર્નઓવર 10 હજાર કરોડને પાર થયું , બેન્ક આ વર્ષે નવી 6 સ્કીમો લોન્ચ કરી રહી છે
૧) રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના
૨) ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરાઈ
૩) મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને 1 ટકા વ્યાજ રાહતની જાહેરાત, જિલ્લામાં ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત 12 કરોડ..
૪) ખેતીવિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂ. 1 લાખની નવી રોકડ શાખા યોજના અમલમાં મૂકી
૫) રાજકોટ અને મોરબી જિલ્લાની ખેતીવિષયક મંડળીઓને આર્થિક મજબૂત કરવા 2500 કરોડના કે.સી.સી ધીરણમાં માર્જિન 1 ટકા થી વધારી 1.25 ટકા કરવાની જાહેરાત, અંદાજીત 12.50 કરોડનો મંડળીઓને લાભ
આ પ્રાંત 15 ટકા જેટલું ડિવિડન્ડ સભાસદોને આપવાનું જાહેર કરવામાં આવ્યું છે તો જિલ્લા બેન્ક દ્વારા 46.51 કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની જાહેરાત કરવામાં આવી છે