રાજકોટ કોર્પોરેશન બહાર કોઠારીયા ડિમોલેશનના અસરગ્રસ્તોનો હોબાળો: પેટ્રોલની બોટલ કાઢી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

RAJKOT-NEWS Publish Date : 17 October, 2020 06:23 AM

રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરના કોઠારીયા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.. કોઠારીયા વિસ્તતામાં હાથ ધરવામાં આવેલા ડિમોલેશનમાં 100 કરોડની જમીન ખુલ્લી મુકવામાં આવી જેમાં 100 જેટલા કાચા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.. આ મકાનોમાં રહેતા લોકોએ આજે મહાપાલિકામાં આવીને હોબાળો મચાવ્યો હતો.. મનપાના દરવાજે જ ડિમોલેશનના અસરગ્રસ્તો ને અટકાવી દેવામાં આવ્યા હતા...જોકે ટોળાએ સરકાર વિરુદ્ધ અને રાજનેતાઓ અને રાજકીય પાર્ટી વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો..તો ઉશ્કેરાયેલા એક મહિલાએ પેટ્રોલ નો શિશો કાઢીને આત્મવિલોપન નો પ્રાયસ પણ કર્યો હતો જોકે પોલીસે અને મીડિયા મિત્રોએ પેટ્રોલ ની બોટલ ઝૂંટવી ને અઘટિત ઘટના થતા અટકાવી દીધી હતી..જોકે ઘર ગુમાવી ચૂકેલા અસરગ્રસ્તોએ ભાજપ હાઇ હાઈ ના સુત્રોચાર કર્યા હતા

Related News