રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરના ભત્રીજા ઉપર હુમલો
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરના ભત્રીજા ઉપર હુમલાની ઘટના ઘટી છે , અશોકભાઈ ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર ઉપર શહેરના લક્ષ્મીવાડી ખાતે હુમલો થયો છે , હુમલાની ઘટના બાદ ઈજાગ્રસ્ત જયદીપ ડાંગરને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે , જયદીપ ડાંગર શહેરના લક્ષ્મીવાડી ખાતે આવેલ એક પાનની દુકાને ગયા હતા જ્યા કોઈ વાતને લઈને બોલાચાલી થવાને પગલે અસામાજિક તત્વોએ જયદીપ ડાંગર ઉપર હુમલો કર્યો હતો હુમલાખોર અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનું અશોકભાઈ ડાંગરે જણાવ્યું છે , હાલ ઈજાગ્રસ્ત જયદીપ ડાંગર ને મધુરં હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે