વોર્ડ નમ્બર 13માં 4.40 કરોડના ખર્ચે પેવર કામનો શુભારંભ

RAJKOT-NEWS Publish Date : 07 November, 2020 07:56 AM

 

વોર્ડ નં.૧૩ માં ગુલાબવાડી, અમરનગર, ઉમાકાંત ઉદ્યોગનગર, મહાદેવવાડી વિસ્તારોમાં રૂ.૪.૪૦ કરોડના ખર્ચે પેવર રોડનું કામ શરૂ કરવમાં આવ્યું

 

 

વોર્ડ નં.૧૩માં ઉમાકાંત, ઉદ્યોગનગર, મહાદેવવાડી, ગુલાબવાડી, અમરનગર વિસ્તારમાં રૂ.૪.૪૦ કરોડના ખર્ચે પેવર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું. આ કામો શરૂ થતા રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, કોર્પોરેટર નીતિનભાઈ રામાણીએ રાજકોટને મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, શાસક પક્ષ  નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સિટી એન્જી. કોટક સાહેબનો ખુબ ખુબ આભાર માનેલ હતો. આ કામ થવાથી વોર્ડ નં.૧૩ના નગરજનોને વધુ સારા રોડ રસ્તાની સુવિધા મળશે. તેમ અંતમાં વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, તથા કોર્પોરેટર નીતિનભાઈ રામાણીએ જણાવેલ.

(જયાબેન હરિભાઈ ડાંગર)

Related News