રાજકોટ જિલ્લા ભાજપના માળખામાંથી ડીકેસખીયા અને ડો.બોઘરાની બાદબાકી:નાગદાનભાઈને મહામંત્રી બનાવ્યા
RAJKOT-NEWS Publish Date : 04 December, 2020 03:20 AM
Share On :
જિલ્લા ભાજપના માળખામાંથી ડીકે સખીયા અને ડો.બોઘરાની બાદબાકી:નાગદાનભાઈને મહામંત્રી બનાવ્યા
રાજકોટ
( mayur soni)
રાજકોટ શહેર ભાજપ સંગઠનની રચના બાદ આજે જિલ્લા ભાજપ ના સંગઠનની જાહેરાત નવનિયુક્ત પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ કરી છે , નવા સંગઠન માળખામાં ડીકે સખીયા જૂથની બાદબાકી કરવામાં આવી છે , તો જસદણના ડો ભરત બોઘરાની પણ બાદબાકી કરવામાં આવી છે , એટલું જ નહીં નવા માળખામાં ગોંડલમાં ડમી કાંડમાં ચર્ચાસ્પદ બનેલા અલ્પેશ ઢોલરિયાની પણ મંત્રી બનાવી દીધા છે , જિલ્લામાં જસદણ થી લઈને ગોંડલ સુધી અને જામકંડોરણા થી લઈને રાજકોટ અને લોધીકા તાલુકાના પ્રતિનિધિને સમાવીને બધાને સાચવી લેવા માટે કવાયત થઇ છે જોકે સૌથી ચર્ચાસ્પદ નામ નાગદાનભાઇ ચાવડાનું અને નીતિન ઢાંકેચા નું છે નાગદાનભાઇ ચાવડાનું નામ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ લેવામાં આવતું હતું જોકે વિજયભાઈની નજીક માનતા નાગદાનભાઈને સાચવી લેવામાં આવ્યા છે અને તેને મહામંત્રી બનાવ્યા છે , તો નીતિનભાઈ ઢાંકેચાને પણ સંગઠનમાં મહત્વના ગણાતા ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે