જાહેરમાં બાયોમેડિલ વેસ્ટનો કચરો ફેંકનાર સૌરાષ્ટ્ર કોવીડ અને ઓરેન્જ કોવીડ હોસ્પિટલને 10 -10 હજારનો જંગી દંડ 

એડિટર પોઇન્ટ Publish Date : 04 September, 2020 08:30 AM

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન કામગીરી થઇ રહી છે, શહેરમાં ગંદકી ફેલાવતા મનપા દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે જે અનુસંધાને આજે તા. ૦૪-૦૯-૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનની ટીમ દ્વારા ટીપર વાનમાં અને જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ બે કોવિડ હોસ્પિટલને દસ-દસ હજાર રૂપિયાનો દંડ કરવામાંઆવ્યો હતો.

શહેરમાં ઢેબર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ અને યાજ્ઞિક રોડ પર આવેલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા ટીપર વાનમાં અને જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો, જેની સામે મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કડક કાર્યવાહીના પગલે બંને હોસ્પિટલ પાસેથી રૂ. ૧૦,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભભાઈ જીંજાળા, આસી. પર્યાવરણ ઈજનેરશ્રી ખેવના વકાણી, સેનિટેશન ઓફિસરશ્રી કેતનભાઈ ગોન્ડલીયા, સેનેટરી સબ ઇન્સ્પેકટરશ્રી નીલેશભાઈ વાજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Related News