પ્યાસીઓ માટે લવાયેલો વિદેશી બ્રાન્ડનો લાખોનો દારૂ ઝડપી લેતી રાજકોટ પોલીસ
રાજકોટ
જેમ જેમ ઠંડી જામતી જાય છે તેમ તેમ વિદેશી બ્રાન્ડ ના દારૂનો વેપલો કરવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે , વિદેસી બ્રાન્ડના દારૂને રાજકોટમાં પ્યાસીઓ સુધી પહોંચાડવા માટે અમી અનામી બુટલેગરો દ્વારા અવનવા કીમિયા કરવામાં આવે છે ,જોકે શહેર પોલીસ બાતમીદારોને કામે લગાડીને બુટલેગરોના માનસૂબાઓને નિષ્ફળ બનાવે છે , રાજકોટમાં મોંઘી કારમાં દારૂ લઈને આવેલા અનુપમ ઉર્ફે અનિલ નામના શખ્સને ફિલ્મી ધાબે પીછો કરીને ઝડપી લેવામાં આવ્યો હતો, તેના કબ્જામાંથી વિદેશી બ્રાન્ડની અલગ અલગ દારૂની બોટલોને જપ્ત કરવામાં આવી છે , અને આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે તો બીજા દરોડામાં અતુલ નામના શખ્સને પકડી લેવામાં આવ્યો છે બ્ન્ને શકશો પાસેથી લાખોની કિંમતનો વિદેશી બ્રાન્ડનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે આ કામગીરી કરવામાં આવી છે