કેન્દ્ર સરકાર દવારા માત્ર 6 વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 02 October, 2019

 

2 ઓક્ટોબર એટલે આજથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવાની વાત સામે સરકાર જુકી ગઈ છે આજથી અમલી બનનાર પ્રતિબંધમાં અનેક ફેરફાર કર્યા છે , કેન્દ્ર સરકાર દવારા માત્ર 6 વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે , સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને લઈને દેશભરમાં વિરોધ અને દેખાવો સાથે સાથે લાખો લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય તેમજ લોબિસ્ટોના દબાણ હેઠળ ફરી એક વખત મોદી સરકારને પીછેહટ કરવી પડી છે અને સંપૂર્ણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ને બદલે માત્ર ગણતરીના પ્લાસ્ટિકને પ્રતિબંધિત કર્યું છે આમ મોટી મોટી જાહેરાત અને તાયફાઓ છતાં મોદી સરકારની ફરી એક વખત પીછેહટ થઇ છે 

Related News