કોરોનાની માહમારીના માહોલ વચ્ચે પ્રેરણાનું ઝરણું બનતા પગે ખોડ છતાં મક્કમ મનોબળના પ્લમ્બર શંભુભાઇ ખોડીયા

RAJKOT-NEWS Publish Date : 14 September, 2020 03:00 AM


સીવીલ હોસ્પિટલ સાથે હાલ કોરોના હોસ્પિટલ ખાતે પણ છેલ્લા આઠ વર્ષથી પ્લંમ્બર તરીકે કાર્યરત  

rajkot

પી.પી.ઇ. કીટથી સજ્જ અને હાથમાં ઓજારોની થેલી સાથે મક્કમ પગલે ચાલતા પ્રૌઢવયના કારીગર કોવીડ કે સિવિલ હોસ્પિટલ જઇ તુરત જ કામે લાગી જાય અને પાણીની સપ્લાયને લગતી કાઇપણ સમસ્યાનું નિવારણ કરે.....

જયારે કોવિડ-૧૯ની મહામારીમાં સામાન્યજન પણ સંક્રમિત થવાના ભયથી બહાર જવાનું ટાળે છે ત્યારે વ્યવસાયે પ્લંમ્બીંગ કામના કારીગર એવા શંભુભાઇ વરજાંગભાઇ ખોડીયા સુચના મળ્યે તુરત જ ઉત્સાહ અને ઉમંગ સાથે કોરોના હોસ્પીટલમાં નળ બદલવા, પાઇપલાઇન સમારકામ કે અન્ય કોઇપણ પ્લંમ્બીંગને લગતા કામો કરવા પહોંચી જાય છે.

            સિવિલ હોસ્પિટલમાં સૌના પરિચીત થઇ ગયેલા શંભુભાઇ ખોડીયા છેલ્લા આઠ વર્ષથી  સીવલ હોસ્પીટલના તમામ વોર્ડ અને વિશેષમાં કોરોના હોસ્પીટલ ખાતે પ્લમ્બીંગનું કાર્ય કરી રહયા છે. પગમાં ખોડ ધરાવતા હોવા છતાં શંભુભાઇ ગર્વ સાથે જણાવે છે કે મન મક્કમ હોય તો કોરોના જેવી બીમારી પણ ડરાવી ન શકે. તેઓના કોરોના મહામારીમાં કોરોના હોસ્પિટલ ખાતે કામ કરવાના ઉત્સાહ બાબતે તેઓ સ્પષ્ટતા કરતા કહે છે કે પરીવારના સહયોગ વગર મારો આ પરમાર્થ અશકય છે. મને મારા આ કાર્યમાં પરિવારનો સબળ અને સક્રિય સહયોગ સાંપડયો છે. આથી હું ડર્યા વગર ઉત્સાહભેર આ કાર્ય કરી શકું છું.

            કોરોનાના ભયથી પીડાતા અને હતોત્સાહ થયેલા લોકો માટે શંભુભાઇ ખોડીયા પ્રેરણાનું ઝરણું બની રહયા છે. સાવચેતી અને સલામતી સાથે કોરોનાના માહોલ વચ્ચે પણ સક્રિય જીવન જીવી શકાય છે. તેનું તેઓએ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.    

Related News