રાજકોટ મહાનગરપાલિકા ખાતે પાથરણા ધારકોનો વિરોધ નોંધાવ્યો

SAURASHTRA Publish Date : 20 October, 2020 08:16 AM

રાજકોટ મહાનગરપાલિકા ખાતે પાથરણા ધારકોનો વિરોધ નોંધાવ્યો

રાજકોટ મહાનગરપાલિકા ખાતે પાથરણા ધારકોનો વિરોધ નોંધાવ્યો છે... વિવિધ વિસ્તારમાં પાથરણા પર વેપાર કરતા લોકો મનપા કચેરી પહોંચ્યા હતા. અને શહેરમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ધંધો શરૂ કરવાની પરવાનગી આપવાની માંગ સાથે સોમવારી, મંગળવારી બુધવારી, શનીવારી અને રવિવારીના ધંધાર્થી કચેરી ખાતે રજુઆત પહોંચ્યા હતા. તેમજ કચેરી ખાતે ધરણા પર બેસી અને ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો છે કોરોના કાળમાં બધા જ ધંધાઓ શરૂ થયા છે પરંતુ નાના ધંધાર્થીઓ જેમ કે સાપ્તાહિક બજાર ભરીને ધન્ધો કરતા લોકોને પોતાના બાળકોના પેટ ભરવા માટે હવે ભીખ માંગીને ગુજરાન ચલાવવું પડી રહ્યું છે આ મામલે ન તો રાજ્ય સરકાર કોઈ મદદ કરી રહી છે ન તો રાજકોટ મહાપાલિકા ગરીબોને ધંધો કરવાની છૂટ આપી રહી છે 

Related News