કોરોના કાળમાં ફી માટે બેફામ બની રહી છે ખાનગી શાળાઓ : માનવતા નહીં સ્કૂલોને જોઈએ માત્ર ને માત્ર ફી 

નેશનલ ન્યૂઝ  Publish Date : 15 May, 2020 10:51 AM

કોરોના કાળમાં ફી માટે બેફામ બની રહી છે ખાનગી શાળાઓ : માનવતા નહીં સ્કૂલોને જોઈએ માત્ર ને માત્ર ફી 

 

રાજકોટ 

દેશભરની સાથે દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે તો બીજી તરફ રાજકોટની કેટલીક ખાનગી શાળાઓ આ કપરા કાળમાં ફી ની પઠાણી ઉઘરાણી કરીને વાલીઓને પોતાની પિશાચી વૃત્તિનો પરિચય આપી રહી છે , ખાનગી શાળાઓને ફી ન વસૂલવા રાજ્ય સરકારે તાકીદ કરી હોવા છતાં અનેક શાળાઓએ ફી વસુલાત માટે અધમ માર્ગ અપનાવ્યો છે રાજકોટની નામાંકિત મોદી સ્કૂલે વાલીઓને ખબર અંતર પૂછવા માટે ફોન કરીને ફી ભરી જવા માટે તાકીદ કરી છે તો રાજકુમાર કોલેજ ના સંચાલકોએ ણ વાલીઓને ફી ભરી જવા માટે ફરમાન કર્યું હોવાનું સામે આવ્યું છે , એક તરફ 55 દિવસથી ધંધા રોજગાર ઠપ્પ છે લોકો માટે જીવ બચાવવો એ જ સૌથી પહેલું કામ છે ઘરની અંદર બાળકો સાથે અનેક પરિવારો માનસિક રૂપથી ભાંગી પડયા છે ત્યારે આવા કપરા કાળમાં પણ પૈસા ને પરમેશ્વર માનીને પઠાણી ઉઘરાણી કરીને ખાનગી શાળાઓએ પોતપ્રકાશ્યું છે આવી શાળાઓ સામે વાલીઓ જ નહીં સમાજના વિવિધ તબક્કાના લોકોએ ફિટકાર વરસાવ્યો છે , શાળાઓ મનમાની કરીને વાલીઓને ધમકાવી રહી હોવાનું સામે આવ્યું છે જેને લઈને આજે શિવસેના અને શહેર કોંગ્રેસ દવારા ફી ભૂખ્યા શાળા સંચાલકો સમયે મોરચો માંડ્યો છે અને આવી શાળાઓની માન્યતા જ રદ્દ કરી નાખવાની માંગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે ઉલ્ખનીય છે કે સરકારે આ મામલે ચોક્કસ ગાઇડલાઇન આપી છે છતાં પણ અનેક શાળાઓ પૈસા માટે છેલ્લી કક્ષાએ જવાની તૈયારી સાથે ઉઘરાણા શરુ કર્યાની ફરિયાદ કોંગ્રેસ દવારા કરવાંમાં આવી છે 

Related News