ગેરકાયદે બાંધકામ અને  ફાયર સેફટી મુદ્દે રાજકોટ મહાપાલિકાના ખાનગી શાળા-ટ્યુશન ક્લાસીસ સામે થાબડભાણાં 

સૌરાષ્ટ્ર Publish Date : 29 August, 2019

ગેરકાયદે બાંધકામ અને ફાયરસેફટી મુદ્દે રાજકોટ મહાપાલિકાના ખાનગી શાળા-ટ્યુશન  સામે થાબડભાણાં 

 

ખાનગી શાળાઓમાં ગેરકાયદે બાંધકામ : ફાયર સેફટીના નામે લોલમલોલ 

 

રાજકોટમાં ખાનગી શાળાઓ ઉપર સરકારી તંત્રના ચાર હાથ છે , શાળાના બિલ્ડિંગના અગાસી ઉપર ગેરકાયદે ડોમ હજુ પણ યથાવત છે , શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની ડિંગ હાંકનાર મનપા તંત્ર ખાનગી શાળા સંચાલકોના ઘૂંટણિયે પડી ગયું છે   સુરતના ટ્યુશન ક્લાસીસમાં  બાદ તંત્ર દ્વારા રાજ્યભરની શાળાઓ અને ટ્યૂશન ક્લાસીસ સામે તપાસ અને ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા ,તંત્રે મીડિયા અને પ્રેસને સાથે રાખીને ખાનાપૂર્તિ સમાન ચેકીંગ પણ કર્યું હતું, મોટી મોટી વાતો કરીને બાળકોના મુદ્દે શાળ સંચાલકોને ચમકીઓ પણ આપી હતી , પરંતુ દેશમાં હંમેશા થાય છે તેમ થોડા દિવસની તપાસ બાદ ઉપર થી આવેલા દબાણ અને શાળા સંચાલકોની પહોંચ આગળ તંત્રના હાથ ટૂંકા પુરવાર થયા છે  કારણ કે સુરતની ઘટનામાં કોઈ નેતા કે અધિકારીએ પોતાનો વ્હાલો ગુમાવ્યો નથી ,જેથી અધિકારી કે તંત્ર માટે નક્કર કાર્યવાહી કરવાની ફરજ પડે , આજે પણ રાજકોટમાં આનેક શાળાના અગાસી ઉપર અને ડોમમાં અભ્યાસ બેરોકટોક ચાલી રહ્યું છે , તપાસ અને નોટિસના નાટક રૂપી રામામંડળ ચલાવી લેવું અને ભાવયાની જેમ ખેલ કરી તપાસ અને કાર્યવાહીનું ફિંડલું વાળી દેવું એ તંત્રના ડાબા હાથનો ખેલ બની ગયો છે જેને પગલે આજે પણ રાજકોટમાં હજારો બાળકોના જીવન ઉપર જોખમ સર્જાયું છે   રાજકોટ શહેર અનેં જિલ્લામાં લગભગ 500 થી વધુ નાની મોટી શાઓ અને સંખ્યાબંધ ટ્યુશન ક્લાસીસ આવેલા છે , આ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનના નામે મીંડું જોવા મળી રહ્યું છે , ન તો ગેરકાયદે ડોમ ઉતારી લેવામાં તંત્રે બહાદુરીબતાવી છે કે  ન તો ખાનગી શાળા સામે કાર્યવાહી થઇ છે , જાણે આખું તંત્ર ખાનગી શાળાના સંચાલકોને બચાવવા માટે મેળાએ પડ્યું હોઈ તેવું લાગી રહ્યું છે ,ત્યારે સવાલ ઉઠે છે કે જો તંત્રની કોઈ તાકાત જ  હોઈ આવી શાળાઓ સામે કાર્યવાહી કરવાની તો તપાસના અને નોટીસના નાટક શું કામ કરતા હશે, તંત્રને અને તંત્ર વાહકોને તો ત્યારે જ સમજાશે જયારે તે ખુદ દુર્ઘટનાનો ભોગ બને   

Related News