શાપર વેરાવળમાં શ્રમિકો રસ્તા ઉપર -પોલીસ પત્રકાર ઉપર કરવામાં આવ્યો હુમલો 

નેશનલ ન્યૂઝ  Publish Date : 17 May, 2020 05:15 AM

શાપર વેરાવળમાં શ્રમિકો રસ્તા ઉપર -પોલીસ પત્રકાર ઉપર કરવામાં આવ્યો હુમલો 

 

રાજકોટ 

વતન જવાની જીદને લઈને આજે ફરી એક વખત રાજકોટના શાપર વેરાવળ ખાતે શ્રમિકો રસ્તા ઉપર ઉતારી આવ્યા હતા અને શ્રમિકોએ વાહનો માં તોડફોડ કરીને હાઇવે ચક્કાજામ કર્યો હતો આ ઘટના ને પગલે પોલીસ શાપર વેરાવળ ખાતે પહોંચી ચુકી હતી જોકે પોલીસ અને શ્રમિકો વચ્ચે વાતચીત શરૂ થાય એ પહેલા શ્રમિકોએ હાથમાં રહેલા હથિયાર વડે હુમલા કરીને પોલીસને ઈજાગ્રસ્ત કરી હતી તો એક સ્થાનિક પત્રકાર ને ઈજાઓ પણ પહોંચી હતી , શાપર વેરાવળ ખાતે અંદાજિત 2 હજારથી વધુ લોકોને ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરીને ઉત્પાત મચાવ્યો હતો અને હાઇવે માથે લઈને તોડફોડ કરી આતંક મચાવ્યો હતો , વતન જવાની રાહમાં અધીરા બનેલા શ્રમિકોએ મારામારી અને ગુંડાગીરી કરીને હાઇવે બાનમાં લેવા પ્રયાસ કર્યો હતો જોકે મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી હતી અને હાઇવે ને શ્રમિકો અને પ્રાંતીય લોકોના કબ્જામાંથી છોડાવીને તમામ ને રવાના કર્યા હતા 

Related News