ડુંગળી મફત વિતરણ કરવી કોંગી નાગરસેવકને મોંઘી પડી

નેશનલ ન્યૂઝ  Publish Date : 11 May, 2020 08:43 AM

RAJKOT

રાજકોટમાં મવડી ખાતે મહાદેવના મંદિરમાં કોંગ્રેસ નગરસેવક દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મફતમાં ડુંગળીનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું , મવડી વિસ્તારના વોર્ડનંબર 12 ના નગરસેવક વિજયભાઈ વાંક અને તેઓની ટિમ દવારા ડુંગળીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ માલવીયાનગર પોલીસ સ્થળે ત્રાટકી હતી અને લોકોને ખદેડયા હતા અને ડુંગળીનું વિતરણ અટકાવ્યું હતું , તેમજ આયોજન કરનાર કોંગ્રેસ નગરસેવક વિજયભાઈ વાંકની અટકાયત કરીને તેને માલવીયાનગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા , વિજય વાંકની અટકાયત કરવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર , સ્થાનિક નગરસેવકો અને અન્ય કોંગ્રેસ નેતાઓ માલવીયાનગર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ ની કાર્યવાહીનો વિરોધ દર્શાવ્યો હતો , ઉલ્લેખનીય છે કે સવારે 10 વાગ્યાથી ઉડેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો દ્વારા ડુંગળી લેવા માટે ઉમટી પડયા હતા અને પરિવાર દીઠ 7 કિલો ડુંગળી વિતરણ કરવામાં આવી રહી હતી , પોલીસે સ્થળે પહોંચીને વિતરણ અટકાવ્યું હતું અને લોકડાઉંન ભંગ થઇ રહયાનું જણાવીને ઘરે ઘરે ડુંગળી પહોંચાડી દેવા તાકીદ કરી હતી 

Related News