કોરોના ને પગલે દેશભરની સાથે રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ બંધ 

WHATS NEW Publish Date : 17 March, 2020

કોરોના ને પગલે દેશભરની સાથે રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ બંધ 

રાજકોટ 

કોરોનાને પગલે દેશભરની સાથે રાજકોટના પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ને પણ સહેલાણીઓ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે , મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ માં દરરોજ સામાન્ય દિવસોમાં 500 થી 700 મુલાકાતીઓ સ્રરસ આવે છે જયારે રજાના દિવસો અને તહેવાર ઉપર આ આંકડો હજારો માં પહોંચી જાય છે , હાલ કોરોના ઇફેક્ટ ને પગલે ઝૂ ને બંધ કરવાનો આદેશ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દવારા આપવામાં આવ્યો છે જેને પગલે આગામી 31 માર્ચ સુધી ઝૂ બંધ રહેશે , રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા અને અમદાવાદ ઝૂ પણ બંધ રાખવા આદેશ કરાયો છે તો જૂનાગઢ નું સક્કરબાગ ઝૂ પણ બંધ રાખવામાં આવશે 

Related News