રણજી ટ્રોફી જીતી ઇતિહાસ સર્જતી સૌરાષ્ટ્ર ક્રિકેટ ટિમ 

રમત જગત Publish Date : 13 March, 2020

 

રાજકોટ : રણજી ટ્રોફી જીતી ઇતિહાસ સર્જતી સૌરાષ્ટ્ર ક્રિકેટ ટિમ 

રાજકોટના ખંઢેરી ક્રિકેટ મેદાન ખાતે આજે રણજી ટ્રોફી ફાઇલના મેચમાં સૌરાષ્ટ્ર ની ટીમે બંગાળને હરાવીને ફાઇનલ કબ્જે કરી પહેલી વખતે રણજી ટ્રોફી ઉપર કબ્જો કર્યો છે , સેમિફાઇનલમાં ભવ્ય વિજય બાદ ઘરઆંગણે રમાયેલા ફાઇનલ મેચમાં બંગાળને હરાવીને સૌરાષ્ટ્રએ ઇતિહાસ સર્જી દીધો છે , સૌરાષ્ટ્રની ટીમે આજે ટી પહેલા જ ટીકનીકલ વિજય મેળવ્યો હતો , જોકે ટી સુધી રમત ચાલુ રાખવામાં આવ્યા બાદ સૌરાષ્ટ્રની ટીમના કપ્તાન જયદેવ ઉનડકરની આગેવાનીમાં ટ્રોફી કબ્જે કરી છે , જેને લઈને ખંઢેરીના મેદાનમાં વિજય ઉત્સવ પણ મનાવ્યો છે , સૌરાષ્ટ્ર ના ખેલાડી અને ભારતીય ટીમના સદસ્ય ચેતેશ્વર પૂજારાએ વિજયને આવકાર્યો હતો અને ટિમ સાથે ઉજવણી માટે પણ જોડાયા હતા 

Related News