શેરબજારમાં રોકાણકારોના એક દિવસમાં 3.3 લાખ કરોડ ધોવાઈ ગયા
શેર બજારમાં આજનો દિવસ રોકાણકારો માટે ધોવાણ નો રહ્યો છે , સતત 10 દિવસથી ચાલી રહેલી તેજીને આજે બ્રેક લાગી ગઈ છે અને રોકાણકારોને 3.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે , શેરબજારે આજે અવિરત તેજીને બ્રેક લગાવી દેતા એકાએક સેન્સેક્સ અને નિફટીમાં મોટા પ્રમાણમાં વેચવાલી આવી હતી જેને પગલે સેન્સેક્સ 1066 અને નિફટી 290 પોઇન્ટના કડાકા સાથે બંધ થયું હતું , સેન્સેક્સનો બંધ ભાવ 39728 અને નિફટી 11680 પોઇન્ટ એ બંધ રહ્યો છે , તો શેરબજારમાં આજે સતત ઘટાડા સાથે કામકાજ થયું હતું જોકે સારી વાત એ છે કે તેજીની 10 દિવસની ચાલને બ્રેકીંગ ને પગલે નવા રોકાણકારોને મોકો પણ મળશે અને લાંબા ગાળાના રોકાણ માટે આ મોકો ચૂકવા જેવોય ન હોવાનું પણ બજારના નિષ્ણાંતો કહ્યી રહયા છે જોકે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારને અનુસરી અને સલાહ લેવી જરૂરી છે જોઈકે મોટા કડાકા પાછળ યુરોપના કોરોનાના વધતા કેસ અને લોકડાઉંન ની યુરોપમાં ઉભી થયેલી આશંકા ને પગલે તેમજ ડાઉજોન્સ અને વૈશ્વિક બજારમાં નરમાઇ ને કડાકા થી આ પરિસ્થિતિ થઇ હોવાનું સામે આવ્યું છે